નવી દિલ્હી: ઈસ્ટર્ન લદાખમાં લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ (LAC) પર ત્રણ પોઈન્ટ્સથી ચીની સૈનિકો દ્વારા પીછેહટ થયા બાદ સંપૂર્ણ રીતે વિવાદ ખતમ કરવાને લઈને બુધવારે ફરીથી ભારત અને ચીનની સેનાના મેજર જનરલ સ્તર પર વાતચીત થવાની શક્યતા છે. આ બેઠકથી નક્કી થશે કે ભારત અને ચીન વચ્ચે તણાવ કઈ હદ સુધી ખતમ થશે. આવામાં આ બેઠક પર બધાની નજર ટકેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે સરહદ પર બંને દેશોના હાલના પગલાથી સ્પષ્ટ થવા લાગ્યું છે કે ભારત અને ચીન વચ્ચે તણાવ થોડો તો ઓછો થયો છે. ખાસ કરીને કેટલાક વિસ્તારોમાં ચીની સૈનિકો પાછળ હટ્યા તેવા સંકેતો મળ્યાં છે. જો કે વિશેષજ્ઞોનું માનવું છે કે ફિંગર-4 વિવાદનું સમાધન જલદી નીકળે તે આશા ઓછી છે. 6 જૂનની મીટિંગમાં પણ માનવામાં આવ્યું હતું કે ત્યાં ગતિરોધ લોકલ કમાન્ડર કે હાઈએસ્ટ લેવલ (મેજર જનરલ લેવલ) મીટિંગથી દૂર થઈ શકશે નહીં. 


સૌથી સુંદર તળાવ આ પ્રકારે બની વિવાદનું મુળ, ચીનની લાલચ ફરી એકવાર સામે આવી


આ વિસ્તારોમાં વિવાદ
સૂત્રોના જણાવ્યાં મુજબ ગતિરોધના ચાર પોઈન્ટ્સમાંથી પેટ્રોલિંગ પોઈન્ટ 15 અને હોટ સ્પ્રિંગ એરિયાથી સૈનિકો થોડા  પાછળ હટ્યા છે. ગલવાન ઘાટીમાંથી 3 જૂનના રોજ જ ચીની સૈનિકો લગભગ 2 કિમી પાછળ હટ્યા હતાં. ગતિરોધના ચાર પોઈન્ટ્સની ઓળખ કરાઈ જે પેન્ગોગ ત્સો એરિયામાં ફિંગર 4, ગલવાના ઘાટીમાં પેટ્રોલિંગ પોઈન્ટ -14, પેટ્રોલિંગ પોઈન્ટ-15, અને હોટ સ્પ્રિંગ એરિયા છે. 


કયા પક્ષની શું દલીલ
મીટિંગમાં નક્કી કરાયું હતું કે ગતિરોધના અલગ અલ પોઈન્ટ પર લોકલ કમાન્ડર સ્તર પર વાતચીત થશે. આશા વ્યક્ત કરાઈ કે ડેલિગેશન  લેવલ અને સર્વોચ્ચ કમાન્ડર (ડિવિઝન લેવલ)ની વાતચીતથી ઉકેલ લાવી શકાય છે. જો કે ફિંગર 4ને લઈને ગતિરોધ પહેલાની જેમ જ યથાવત છે. 


એલએસી પર ગતિરોધનું સૌથી મોટું મૂળ ફિંગર-4 છે. અહીં ચીની સૈનિકો મોટી સંખ્યામાં છે. પહેલા ભારતીય સૈનિકો ફિંગર-8 સુધી પેટ્રોલિંગ કરતા હતાં પરંતુ ચીની સૈનિકોએ ફિંગર-4 સુધી બ્લોક કરી દીધા છે. ભારતનો દાવો છે કે એલએસી ફિંગર-8થી પસાર થાય છે. 


ચીન કેમ કરે છે વિરોધ
હાલના ગતિરોધની શરૂઆત થવાનું સૌથી મોટું કારણ પેન્ગોંગ ત્સો ઝીલની આસપાસ ફિંગર વિસ્તારમાં ભારત તરફથી એક મહત્વપૂર્ણ રોડ નિર્માણ થઈ રહ્યું છે તેનો ચીન દ્વારા આકરો વિરોધ થઈ રહ્યો છે તે છે. ગલવાન ઘાટીમાં પણ દરબુક-શાયોક-દૌલત બેગ ઓલ્ડી માર્ગને જોડનારી એક વધુ સડક નિર્માણ પર ચીનનો વિરોધ છે જેનાથી ગતિરોધ ઊભો થયો છે. 


પેન્ગોગ ત્સોમાં ફિંગર વિસ્તારમાં રોડને ભારતીય જવાનોના પેટ્રોલ મુદ્દે મહત્વનો ગણવામાં આવી રહ્યો છે. ભારતે પહેલેથી નક્કી કરી લીધુ છે કે ચીની વિરોધના કારણે તે પૂર્વ લદાખમાં પોતાના કોઈ પણ સરહદી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટને રોકશે નહીં. 


આ VIDEO પણ ખાસ જુઓ...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube